- Gujarati News
- Local
- Gujarat
- Surat
- In Surat, A Couple Took Care Of 3 Motherless Puppies, Filed An FIR Against Two People Who Took The Trio, What Did Maneka Gandhi Have To Call?
સુરત6 મિનિટ પહેલા
- કૉપી લિંક
સુરતના અલથાણ પોલીસ મથકમાં એક આશ્ચર્યજનક પોલીસ ફરિયાદ નોંધાઈ છે. અલથાણના સાંઈ કેજી ફ્લેટ વિસ્તારમાંથી ભેદી સંજોગોમાં ગુમ થયેલા ત્રણ ગલુડિયાને અજ્ઞાત સ્થળે છોડી આવનાર સ્થાનિક દુકાનદાર અને તેમને ત્યાં નોકરી કરતી મહિલા વિરુદ્ધ એનિમલ ક્રુઆલિટી એક્ટ મુજબ ગુનો નોંધાયો છે. ગલુડિયાને જન્મ આપ્યા બાદ તેની માતાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ત્યારે ત્રણેય ગલુડિયાને ડોગ લવર દંપતી સાર સંભાળ કરી રહી હતી. પોલીસ ફરિયાદ ન લેતા આખરે દંપતીએ મેનકા ગાંધી સુધી વાત પહોંચી હતી. જેથી મેનકા ગાંધીએ આ અંગે ફરિયાદ લેવા ફોન કરવો પડ્યો હતો, ત્યારે ડોગ લવર દંપતીની જીદ આગળ અલથાણ પોલીસે નમવું પડ્યું હતું અને ફરિયાદ લેવી પડી હતી. પોલીસે બે ગલુડિયાને શોધી કાઢ્યા છે જ્યારે એકની શોધખોળ ચાલુ છે.
ગલુડિયાઓની માતાનું માર્ગ અકસ્માતમાં મોત થયું
વેસુની જીડી ગોવિંદા સ્કૂલમાં એડમીન તરીકે નોકરી કરતી સલોની રુચિત કાપડિયા અને તેનો પતિ રુચિત કાપડિયાએ અલથાણ પોલીસ મથકમાં ત્રણ ગલુડિયાને અજ્ઞાત સ્થળે મૂકી આવનાર બદલ બે વ્યક્તિ સામે ફરિયાદ કરી છે. દંપતી દ્વારા કરાયેલ ફરિયાદ મુજબ તેઓની સોસાયટીમાં ત્રણ ગલુડિયાઓને તેઓ કાયમ ડોગ ફૂડ ખવડાવતા હતા. આ ત્રણેય ગલુડિયાનો થોડા દિવસ પહેલા તેમની સોસાયટી નજીક કૂતરીએ જન્મ આપ્યો હતો. થોડા જ દિવસોમાં ગલુડિયાની માતાનું માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. જેથી છેલ્લા કેટલાય દિવસોથી આ ગલુડિયાની કાપડિયા દંપતી સાર સંભાળ રાખી રહ્યું હતું.

દંપતી ગલુડિયાને રોજ ખવડાવતું-પીવડાવતું
દંપતી ગલુડિયાને રોજ ખવડાવતું-પીવડાવતું હતું અને તેની નિયમિત સાર સંભાળ લેતું હતું. દરમિયાન ગત 27 જુલાઈના રોજ તેઓ ગલુડિયાને ફૂડ આપવા ગયા ત્યારે જોયું કે ત્રણેય ગલુડિયા સોસાયટીમાં નથી. ગલુડિયા સોસાયટીમાં ન દેખાતા તેમણે આસપાસના વિસ્તારોમાં પૂછપરછ કરી તપાસ શરૂ કરી હતી. ત્યારે જાણવા મળ્યું હતું કે, સોસાયટીની નજીક દુકાન ધરાવતા ગૌરવ તારાચંદના કહેવાથી તેમની દુકાનમાં કામ કરતી શ્વેતા પટેલ દ્વારા ત્રણેય ગલુડિયાને અજ્ઞાત સ્થળે મૂકી આવ્યા છે.

રૂચિતે દુકાનદાર ગૌરવ અને શ્વેતાનો સંપર્ક ક
જેથી સલોની અને રૂચિતે દુકાનદાર ગૌરવ અને શ્વેતાનો સંપર્ક કર્યો હતો. ત્યારે શ્વેતાએ ગલુડિયાને અલથાણ બાયો ડાઈવર્સિટી પાર્ક નજીક ઝૂંપડપટ્ટીમાં મૂકી આવ્યા હોવાની માહિતી આપી હતી. જેને લઈ દંપતી ત્યાં જઈ તપાસ કરતા ગલુડિયા તેમને મળી આવ્યા ન હતા.

દંપતી સામે ફરિયાદ નોંધાણ પોલીસને સંપર્ક કર્યો
શ્વેતા પટેલે જણાવેલ જગ્યા પર દંપતી દ્વારા તપાસ કરવા જતા ત્યાંથી ગલુડિયા મળી આવતા લવ ડોગર દંપતી ત્રણેય ગલુડિયા માટે ચિંતામાં મૂકાયું હતું. માતા વગરના ગલુડિયાને ખાવાનું કે પીવાનું પણ મળતું હશે નહીં, ગલુડિયા બિચારા હેરાન પરેશાન થતા હશે તેવી ચિંતા આ દંપતીને સતાવી રહી હતી. જેને લઈ ગલુડિયા સામે માનવતા ન દાખવી અજ્ઞાત સ્થળે છોડી આવતા દંપતીએ દુકાનદાર અને દુકાનમાં કામ કરતી મહિલા સામે ફરિયાદ નોંધવા પોલીસનો સંપર્ક કર્યો હતો અને ગલુડિયાને શોધી કાઢવા રજૂઆત કરી હતી. જો કે, પોલીસે આ અંગે ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી.

મેનકા ગાંધીનો ફોન આવ્યા બાદ પોલીસે ફરિયાદ લીધી
ડોગ લવર કાપડિયા દંપતીએ જણાવ્યું હતું કે, ગલુડિયા સામે પોલીસમાં ફરિયાદ કરવા જતા ખૂબ જ ખરાબ અનુભવ થયો હતો. જે જગ્યાને લોકો માટે સુરક્ષિત ગણવામાં આવે છે તે જગ્યાએ ઊભા રહેવામાં અમને ખૂબ જ અસુરક્ષા અનુભવાતી હતી. અમારી ફરિયાદ પણ લેતા ન હતા અને અમારી સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હતા. પોલીસ સ્ટેશનના અધિકારી અપમાનજનક ભાષા વાપરી વ્યવહાર કરતા હતા. આખરે અમારે એનિમલ એક્ટિવિસ્ટ અને સાંસદ મેનકા ગાંધીને ફોન કરવો પડ્યો હતો. તેમના ફોન બાદ પોલીસે ફરિયાદ લીધી હતી.

દુકાનદાર ગૌરવ તારાચંદની ફાઈલ તસવીર.
ફરિયાદ બાદ દુકાનદાર અને યુવતીની અટકાયત કરાઈ
અલથાણ પોલીસે આખરે ડોગ લવર દંપતી આગળ નમવું પડ્યું હતું. પોલીસે દુકાનદાર ગૌરવ તારાચંદ કાસક અને તેમાં કામ કરતી મહિલા શ્વેતા પટેલ સામે એનિમલ ક્રુઆલીટી એક્ટ મુજબનો ગુનો નોંધ્યો હતો. જેમાં પોલીસે દુકાનદાર અને યુવતી બંનેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
.