ભાવનગરએક કલાક પહેલા
- કૉપી લિંક
ગૌરીશંકર સરોવર – બોરતળાવમાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની આવક સતત શરૂ છે રહેતા ભીકડા કેનાલમાંથી ધસમસતુ પાણી અવિરત પને આવી રહ્યું હતું જેના કારણે છેલ્લા ત્રણ-ચાર દિવસથી બોરતળાવ સતત ઓવરફ્લો થઈ રહ્યું છે જેના ભાગરૂપે ગઈકાલે મોડી સાંજે લોકો રવિવારની રજામાં બોરતળાવ ઓવરફ્લો નિહાળવા ભાવેણુ પરિવાર સાથે મોટી સંખ્યામાં ઉમટી પડ્યું હતું.
શેત્રુંજી ડેમ થોડા દિવસ પૂર્વે છલકાયો
ગત સોમવારે બોરતળાવ છલક સપાટીએ પહોંચી ગયુ હતુ અને રાત્રીના 10 કલાકના સમય આસપાસ બોરતળાવ છલકાય હતું, તેથી ભાવનગરના લોકોમાં ખુશીની લાગણી ફરી વળી હતી. શેત્રુંજી ડેમ અને બોરતળાવ છલકાય તેની ભાવનગરના લોકો આતૂરતાપૂર્વક રાહ જાતા હોય છે. શેત્રુંજી ડેમ થોડા દિવસ પૂર્વે છલકાયો હતો અને આખરે ગૌરીશંકર સરોવર ઓવરફ્લો થતા નગરજનોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી છે.
રવિવારે લોકો પરિવાર સાથે રજાની મજા માણી
ભાવનગર શહેર નવા બોરતળાવના કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદને કારણે તેનું પાણી બોરતળાવમાં આવતા બોરતળાવ 43 ફુટે ઓવરફલો થઇ ગયું હતું. છેલ્લા પાંચ વર્ષમાં બોરતળાવ ચાર વખત છલકાયું છે. શેત્રુંજી ડેમ બાદ બોરતળાવ પણ છલકાતા ભાવનગર શહેર માટે પાણી હલ થયો છે, ભાવનગરમાં બોરતળાવ છલકાતા લોકો પરિવારો સાથે તેને નિહાળવા પ્રથમ રવિવારે બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા, બોરતળાવ છલકાતા બાળકો ને મજા પડી ગઈ હતી આમ, રવિવારે લોકોએ રજાની મજા માણી હતી.