મુંબઈ26 મિનિટ પહેલા
- કૉપી લિંક
પુણે પોલીસે 18 જુલાઈએ ધરપકડ કરી હતી કે બે આતંકવાદીઓ નાણાકીય સહાય પૂરી પાડવા માટે રત્નાગિરિ જિલ્લાના એક શખસની પણ ધરપકડ કરાઈ છે. આ કેસની તપાસ હવે મહારાષ્ટ્ર એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે. આ પ્રકરણમાં કુલ ચાર જણની હમણાં સુધી ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા રત્નાગિરિથી અગાઉ શંકાને આધારે એક જણને ઝડપી લેવાયો હતો. તપાસમાં તે આતંકવાદીઓ સાથે સાઠગાંઠ બહાર આવતાં તેની શુક્રવારે ધરપકડ કરવામાં આવી હતી, એમ એટીએસ દ્વારા શનિવારે જણાવવામાં આવ્યું હતું. જોકે નાણાકીય સહાય પૂરી પાડનારા આરોપીનું નામ જાહેર કરવાનો એટીએસ દ્વારા ઈનકાર કરવામાં આવ્યો હતો.
પુણેમાં કોથરુડ પોલીસે અગાઉ બે આતંકવાદીને ઝડપી લીધા હતા, જેમની પાસેથી હવે મુંબઈના કોલાબા વિસ્તારના છાબડ હાઉસના ફોટો મળી આવ્યા છે. આથી તે દિશામાં તપાસ ચાલી રહી છે. દરમિયાન રત્નાગિરિથી અગાઉ પકડાયેલા આરોપીની આ બે આતંકવાદીઓની નાણાકીય સહાય પૂરી પાડવામાં સંડોવણી બહાર આવતાં તેની શુક્રવારે ધરપકડ કરાઈ છે.
.