10 સ્કૂલના 50 વિદ્યાર્થીઓએ પોતાનામાં રહેલી કલા, કૌશલ્યોને બહાર લાવી પ્રતિભા બતાવી | 50 students from 10 schools showcased their talents by bringing out their arts, skills

Spread the love

પોરબંદર13 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • મોઢવાડા ગામે પ્રાથમિક સ્કૂલમાં ક્લસ્ટર કક્ષાના કલાઉત્સવ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને ઇનામ અપાયા

પોરબંદર તાલુકાના મોઢવાડા ગામે આવેલ પે સેન્ટર પ્રા. સ્કૂલ માં સી.આર.સી દ્વારા આયોજિત કલા ઉત્સવ તેમજ બાળવાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી.આ કાર્યકમમાં 10 જેટલી સ્કૂલના 50 જેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો હતો. પોરબંદરના મોઢવાડા ગામે આવેલ પે સેન્ટર પ્રા. સ્કૂલ માં સી.આર.સી દ્વારા કલસ્ટર કક્ષાના કલા ઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું.

જેમાંG.20, વસુધેય કુટુંબ થીમના ભાગરૂપે કલા ઉત્સવમાં ચિત્રકલા કૌશલ્ય, વાર્તા કૌશલ્ય, વાદ્ય કૌશલ્ય વિગેરે જેવા વિવિધ કૌશલ્યો ના વિકાસના ભાગરૂપે વિદ્યાર્થીઓમાં રહેલી વિવિધ કલા અને પ્રતિભા ને પ્રેરણા તેમજ પ્રોત્સાહન પૂરું પાડી શકાય તેવા હેતુથી કલાઉત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કલા ઉત્સવ કાર્યક્રમમાં મોઢવાડા કલસ્ટરમાં આવતી 10 જેટલી શાળાઓના શિક્ષકો હાજર રહ્યા હતા આ કલાઉત્સવ કાર્યક્રમમાં 50 જેટલા વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ એ રાષ્ટ્રગાન. શોર્ય ગાન તેમજ બાળગીતો રજુ કરેલ આ કાર્યક્રમમાં દરેક વિદ્યાર્થીઓને ઇનામ, પ્રમાણપત્ર તેમજ રોકડ રકમ આપી બિરદાવવામાં આવેલ હતા.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *