રાજકોટની PDU મેડિકલ કોલેજમાં મહિલા પ્રોફેસર વિરૂદ્ધ અભદ્ર ટિપ્પણી, કોમ્યુનિટી મેડિસીન વિષયના લેક્ચરમાં 15 દિવસ બેસી નહીં શકે | Indecent remarks against women professor in PDU Medical College, Rajkot, can’t sit in community medicine lecture for 15 days

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Indecent Remarks Against Women Professor In PDU Medical College, Rajkot, Can’t Sit In Community Medicine Lecture For 15 Days

રાજકોટ20 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજકોટના ઇતિહાસ સૌપ્રથમ વખત એવું બન્યું છે કે એક સાથે 200 જેટલા વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. રાજકોટની પીડીયુ મેડિકલ કોલેજમાં MBBSના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતા 200 જેટલા વિદ્યાર્થીઓને ગેરશિસ્ત અને લેક્ચરમાં મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરવા બદલ કોમ્પ્યુનિટી મેડિસીન વિષયના લેક્ટરમાં 15 દિવસ સુધી નહીં બેસવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. PSM વિભાગના લેક્ચરમાં વિદ્યાર્થીઓએ શિસ્તભંગ કરી હોવાને કારણે વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરતાં મેડિકલ કોલેજના ડીને તમામ વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરવાનો પરિપત્ર જાહેર કર્યો છે. આ ઉપરાંત આગળ પણ જો આ પ્રકારનું વર્તન વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ સામે કડક પગલાં લેવામાં આવશે તેવી મેડિકલ કોલેજના ડીન દ્વારા ચેતવણી આપવામાં આવી છે.

મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી
રાજકોટમાં આવેલી પંડિત દિનદયાળ ઉપાધ્યાય મેડિકલ કોલેજના ડીન ડો. મુકેશ સામાણીએ જણાવ્યું હતું કે, ગત તારીખ 20 જુલાઈના રોજ કોમ્યુનિટી મેડિસીનનો લેક્ચર ચાલુ હતો. આ દરમિયાન મહિલા પ્રોફેસર વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવતા હતા. ત્યારે પછળની બેંચીસ પર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થિનીઓ બેઠા હતા. તેમને આગળ બેસવાનું કહેવામાં આવ્યું છતાં વિદ્યાર્થીઓ આગળ આવ્યા ન હતા અને મહિલા પ્રોફેસર વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરી હતી. આ વાતની મને લેખિત ફરિયાદ મળી હતી.

200 વિદ્યાર્થીઓને 15 દિવસ સસ્પેન્ડ કરાયા
ફરિયાદ મળ્યા બાદ અન્ય વિદ્યાર્થીઓને પૂછવામાં આવ્યું હતું કે, અભદ્ર વર્તન કોણ કરે છે, પરંતુ કોઈ વિદ્યાર્થીએ નામ આપ્યું ન હતું માટે તમામ 200 વિદ્યાર્થીઓ સામે શિક્ષાત્મક પગલું ભરી 15 દિવસ માટે મેડિસિન કોમ્યુનિટી વિષયનો લેક્ચર ન ભરવા એટલે કે આ વિષય માટે 15 દિવસ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. હાલ કોલેજ કે હોસ્ટેલમાં પ્રવેશ ન આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો નથી. પરંતુ આગામી સમયમાં વિદ્યાર્થીઓ આવું ગેરવર્તન કરશે તો કડક પગલાં જરૂર લેવામાં આવશે.

ડીન દ્વારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી
ઉલ્લેખનીય છે કે, આ દરમિયાન પ્રોફેસરની ફરિયાદ મળતા ડીન દ્વારા વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. પરંતુ ડીન દ્વારા વિદ્યાર્થીઓને સાંભળવામાં આવ્યા નથી અને સાંભળ્યા વગર જ તેમની સામે કાર્યવાહી કરી દેવામાં આવી છે. જોકે, આ અંગે ડીનનું કહેવું છે કે, કદાચ વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે તો પણ વિદ્યાર્થીઓ પોતાની આ ભૂલ સ્વીકારે તેવું માની શકાય નહિ માટે વિદ્યાર્થીઓ બીજી વખત ભૂલ ન કરે તેથી આ કાર્યવાહી કરવામાં આવી છે.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *