બાયડ31 મિનિટ પહેલા
- કૉપી લિંક
- મેઘરજની મોડેલ સ્કૂલમાં શિક્ષકોનો ફેર બદલીનો કેમ્પ યોજાયો
અરવલ્લી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં જિલ્લા ફેર બદલીનો કેમ્પ મેઘરજની મોડલ સ્કૂલમાં ગુરૂવારે યોજાયો હતો. જેમાં 267 જગ્યામાંથી 253 જગ્યાઓ ભરાઇ હતી. જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત પ્રા. શાળાઓમાં અરવલ્લી જિલ્લા ફેર બદલીનો કેમ્પ મેઘરજની મોડલ સ્કૂલમાં યોજાયો હતો. જેમાં અરવલ્લી જિલ્લામાં ભાષામાં 66 જગ્યાઓ ભરાઈ હતી. ગણિત વિજ્ઞાનની 71 જગ્યાઓ ભરાઈ તથા સામાજિક વિજ્ઞાનની 130 જગ્યા માંથી 114 જગ્યાઓ ભરાઈ હતી. ત્યારે અરવલ્લી જિલ્લામાં સામાજિક વિજ્ઞાનની 16 જેટલી જગ્યાઓ હજુ પણ ખાલી છે.
અન્ય જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને મેઘરજની મોડલ સ્કૂલમાં કેમ્પમાં અરવલ્લીના તમામ જગ્યાઓના શિક્ષકોને ઓર્ડર આપી દેવાયા હતા. ત્યારે અન્ય જિલ્લામાં ફરજ બજાવતા શિક્ષકોને પોતાના જિલ્લામાં બદલી થતાં પરિવારોમાં આનંદ થયો હતો. મેઘરજની મોડેલ સ્કૂલમાં યોજાયેલ કેમ્પમાં અરવલ્લી જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ પટેલ, અરવલ્લી જિલ્લા શિક્ષણ અધિકારી અર્ચનાબેન ચૌધરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શૈલેષભાઈ પટેલ, આશિષભાઈ પટેલ, શરદભાઈ પટેલ, જીગ્નેશભાઈ ગોર તથા શિક્ષણ સંઘના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
.