જૂનાગઢ14 મિનિટ પહેલા
- કૉપી લિંક
- સરકારી શાળામાં ભણતા 86 છાત્રોના ભવિષ્યની ચિંતા કરતા ગામના પ્રથમ નાગરીક
સામાન્ય રીતે સરપંચ ગામમાં સારા રોડ, ગટરની વ્યવસ્થા, ઘરે- ઘરે પાણી પહોંચાડવા સહિતની કામગીરી કરતા હોય છે. અને સારી કામગીરી કરી ગામના લોકોની મુશ્કેલી દૂર કરતા હોય છે. પરંતુ એક એવા સરપંચની વાત કરીએ તો જેણે આ તમામ કામગીરી ઉપરાંત ગામની સરકારી શાળામાં ભણતા છાત્રોના ભવિષ્યની ચિંતા કરી ગામની શાળાને શ્રેષ્ઠ શિક્ષક મળે તે હેતુંથી શિક્ષક બદલી કેમ્પમાં જોડાયા હતા. જે પહેલો કિસ્સો ગણી શકાય. વિસાવદર તાલુકાના રતાંગ ગામના સરપંચ ગુજરાતમાં જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લામાં શાળા ફેરબદલી કરવા માંગતા શિક્ષકો દ્વારા એક બદલી કેમ્પનું આયોજન કરાતુ હોય છે. જેમાં જે શિક્ષકોને શાળા બદલી કરવાની હોય તેવો ઓનલાઇન અરજી કર્યા બાદ કેમ્પમાં તેને શાળા ફાળવવામાં આવે છે. તે બદલી કેમ્પમાં રતાંગ ગામના સરપંચ જોડાયા હતા.
રતાંગ ગામની સરકારી શાળામાં 86 બાળકો ભણે છે. અને હાલ 3 શિક્ષકો છે. જેમાંથી 2 શિક્ષકોએ બદલી માટેની અરજી કરી હતી. જે બે શિક્ષકની સામે અન્ય નવા 2 શ્રેષ્ઠ શિક્ષક આવે અને શાળામાં ભણતા બાળકોને ખાનગીમાં ભણવા ન જવું પડે અને સરકારી શાળામાં સારો અભ્યાસ મળે તે હેતુંથી તે બદલી કેમ્પમાં જોડાયા અને અગાઉ જેતે શાળામાં સારી કામગીરી હોઇ તેનો તાગ મેળવી 2 સારા શિક્ષકને ગામમાં આવવાનું કહી પસંદગી કરી હતી.
શું કહે છે ગામના સરપંચ
વિસાવદર તાલુકાના રતાંગ ગામના સરપંચ અરવિંદભાઇ ભનુભાઇ સાંગાણીએ જણાવ્યું કે, મારા ગામની સરકારી શાળામાં ભણતા છાત્રો માટે શ્રેષ્ઠ શિક્ષક મળે તે હેતુંથી શિક્ષક બદલી કેમ્પમાં જોડાયો હતો. ગામમાં 15 વર્ષથી સરપંચ છુ઼ં. રોડ, રસ્તા, ઘરે- ઘરે પાણી સહિતની તમામ વ્યવસ્થા ગામના લોકોને આપી છે. પણ તે ઉપરાંત મારા ગામની સરકારી શાળામાં ભણતા 86 બાળકોને ખાનગીમાં ભણતર માટે ન જવું પડે અને તેવું જ ભણતર સરકારી શાળામાં મળી રહે તે માટે કેમ્પમાં જોડાયો હતો.
.