વડોદરા6 કલાક પહેલા
- કૉપી લિંક
આવતીકાલે મોહરમના તહેવારને લઈને વડોદરા પોલીસ કમિશર દ્વારા ‘નો પાર્કિંગ’ અને ‘ટ્રાફિક ડાયવર્ઝન’ અંગેનું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામું આવતીકાલે બપોરે 12 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી અથવા તાજીયા વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી લાગુ રહેશે.
‘નો પાર્કિંગ ઝોન’ જાહેર
તા.29/02/2023ના રોજ બપોરના કલાક 12 વાગ્યાથી પાણીગેટ દરવાજાથી માંડવી સુધી નાની શાકમાર્કેટથી ચોખંડી ચાર રસ્તા, ગેંડીગેટ દરવાજાથી માંડવી સુધી, લહેરીપુરા દરવાજાથી માંડવી સુધી, રામરાજ હોટલ ત્રણ રસ્તાથી ફતેપુરા ચાર રસ્તાથી અડાણીયાપુલ ચાર રસ્તા, ચાંપાનેર દરવાજાથી માંડવી સુધી, સલાટવાડા ત્રણ રસ્તાથી નાગરવાડા ચાર રસ્તા, કારેલીબાગ પોલીસ સ્ટેશન ચાર રસ્તા, ભુતડીઝાંપા પાંજરીગર મહોલ્લા થઇ, તેપુરા ચાર રસ્તા સુધી, અડાણીયાપુલ ચાર રસ્તાથી સરસીયા તળાવ થઇ, ઠેકરનાથ સ્મશાન ત્રણ રસ્તા સુધીના રોડની બન્ને સાઇડે તમામ પ્રકારના વાહનો માટે સંપુર્ણપણે ‘નો પાર્કિંગ ઝોન’ જાહેર કરવામાં આવ્યો છે.
ડાયર્વઝન પોઇન્ટથી બહાર નીકળી જવાનુ રહેશે
તાજીયા વિર્સજનના રૂટ ઉપરના મુખ્ય ડાયર્વઝન પોઇન્ટ પ્રવેશી ગયેલ વાહનોએ જણાવેલ અન્ય ડાયર્વઝન પોઇન્ટથી બહાર નીકળી જવાનુ રહેશે. તેમજ રૂટ ઉપરની ગલીમાંથી આવતો ટ્રાફિક તાજીયા વિસર્જનના રૂટ ઉપર જઇ શકશે નહીં. તેમજ તાજીયા પસાર થઇ ગયા બાદ જરૂરી મુજબ ટ્રાફિક ચાલુ બંધ કરવામાં આવશે. આ જાહેરનામામાં તાજીયા વિસર્જનના વાહનો, બંદોબસ્તમાં રોકાયેલ વાહનો, પોલીસના વાહનો, એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ અને ઇમરજન્સીમાં જતાં વાહનોને મુકિત આપવામાં આવે છે.




.