અરવલ્લી (મોડાસા)42 મિનિટ પહેલા
- કૉપી લિંક
સમગ્ર રાજ્યમાં આંખ આવવાના એટલે કે કન્જકટીવાઈટિસના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ કન્જકટીવાઈટિસના દર્દીઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને, બાળકોમાં કન્જકટીવાઈટિસના કેસોની સંખ્યા વધી રહી છે.
હાલ ચોમાસાની સિઝન હોવાથી પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોએ માજા મુકી છે. આ બધાની વચ્ચે અરવલ્લી જિલ્લામાં લોકોમાં આંખ આવવાની એટલે કે કન્જકટીવાઈટિસની સમસ્યા ખૂબ વધી રહી છે. હાલ સરકારી ચોપડે કુલ 335 કેસ કંજકટીવાઈટિસના કેસ નોંધાયા છે. આ સમસ્યા નાના બાળકોમાં વધારે જોવા મળી રહી છે.
રાજયના મોટા ભાગના શહેર અને જિલ્લાઓમાં છેલ્લા 15 દિવસથી કન્જકટીવાઈટિસના દર્દીઓની સંખ્યમાં નોંધપાત્ર વધારો થયો છે. સાદી ભાષામાં આંખ આવવી તરીકે આ દર્દને ઓળખવામાં આવે છે. જેમાં આંખો લાલ થવાની સાથે દુખાવા અને પોપચાં ચોંટી જવા જેવી સમસ્યા આંખમાં રહેતી હોય છે.
મોડાસા સહિત જિલ્લાભરની હોસ્પિટલોમાં છેલ્લા એક અઠવાડિયાથી કન્જકટીવાઈટિસના દર્દીઓમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ જિલ્લામાં કન્જકટીવાઈટિસના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. આ રોગથી બચવા માટે ખાસ કાળજી રાખવી જરૂરી છે.
શું ધ્યાન રાખવાની જરૂર છે તેના પર એક નજર
- સૌથી પહેલાં વ્યક્તિગત સ્વચ્છતા રાખવી
- હાથ અને મોં સાબુથી સમયાંતરે ધોતા રહેવું
- ભીડવાળી જગ્યાઓ પર જવાનું ટાળવું
- આંખમાં લાલાશ લાગે તો ડોક્ટર પાસે જવું
- ડોક્ટરની સલાહ વગર આંખના ટીપાં નાંખવા નહી
- ટીપાં નાંખતા પહેલા અને પછી હાથ ધોવા
- આંખો પર બને તો ચશ્મા પહેરી રાખવા
- આંખમાં આંસુ આવે તો ટીશ્યુ પેપરનો ઉપયોગ કરવો
- આંખ લૂછીને ટીશ્યુ પેપર ડસ્ટબિનમાં ફેંકવું
- દર્દીની વપરાશની તમામ વસ્તુ અલગ રાખવી
- દર્દીએ બને ત્યાં સુધી અન્યના સંપર્કમાં ન આવવું
.