પાટણ13 મિનિટ પહેલા
- કૉપી લિંક
શંખેશ્વર તાલુકાનાં મેમણા ગામે કૌટુંબિક પૌત્રને 70 વર્ષનાં પ્રજ્ઞાચક્ષુ જેવા દાદાએ શિખામણ અને સલાહ આપતાં પૌત્રએ ઉશ્કેરાઇને ગાળો બોલી દાદાને લાકડીથી માર મારતાં તેમને ફ્રેકચર થતાં ‘108’માં પાટણની ધારપુર સિવીલમાં સારવાર માટે ખસેડ્યા હતા.
આ અંગેની મળતી માહિતી મુજબ શંખેશ્વરનાં મેમણા ખાતે રહેતા 70 વર્ષનાં અને છેલ્લા 10 વર્ષથી દેખાતું નથી પોતાની રીતે એકલા રહેતા રીભાભાઇ ખોડાભાઇ ડાભીની બાજુમાં રહેતા તેમનાં કુટુંબના નાનજીભાઈ કનુભાઇ ડાભીને ગઇકાલે રીભાભાઇએ શિખામણ આપતાં કહેલ કે, તારે ઘરમાં દીકરીઓ જવાન છે. ને તુ જે હોય તેને ઘરે ન લાવીશ. આ વખતે નાનજીભાઈ કાંઈ બોલ્યા નહોતા પરંતુ પરિવારનાં અન્ય એક વૃધ્ધ દાદા ગાંડાભાઇનાં છોકરાનાં છોકરા વિનોદ ઉર્ફે કાળુ રમેશભાઇ ડાભીએ 70 વર્ષનાં દાદા રીભાભાઇને કહેલ કે, “તુ નાનજીભાઇને શું સલાહ આપે છે ડોહા… તારે બધું જોવાનું નથી. તેમ કહી ગાળો બોલતાં રીભાભાઇએ તેને કહેલ કે, “હું તો નાનજીને શિખામણ આપું છું તેમ કહેતાં ઉશ્કેરાયેલા વિનોદે રીભાભાઇને લાકડીથી આડેધડ મારતાં તેમને ધમકી આપી હતી. રીભાભાઇને ઇજા થતાં તેમને સારવાર માટે ખસેડાયા હતા. આ બનાવ અંગે રીભાભાઇનાં પરિવારનાં પૌત્ર મયુર મઘાભાઇ ડાભીએ ફરીયાદ નોધાવી હતી.