વડીયા, ધારી, ચલાલા અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદ, વડીયાનો સુરવો ડેમના 5 દરવાજા ખોલ્યા | Torrential rains in Wadiya, Dhari, Chalala and Savarkundla, 5 gates of Survo Dam in Wadiya opened

Spread the love

અમરેલી30 મિનિટ પહેલા

  • કૉપી લિંક

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી છે. આજે બપોર સુધી અમરેલી જિલ્લામાં વરસાદનો વિરામ હતો. બપોર બાદ મેઘરાજા મનમૂકી વરસ્યા હતા જિલ્લાના વડીયા વિસ્તારમા મુશળધાર વરસાદ પડતાં સુરવોડેમના એક સાથે 5 દરવાજા ખોલવાની ફરજ પડી હતી અને નીચાણ વાળા ગામડાને એલર્ટ કરવામાં આવ્યા હતા સાથે સુરવો નદીમાં પુર આવ્યું હતું. વડીયાના હનુમાન ખીજડીયા બરવાળા રામપુર તોરી સૂર્યપ્રતાપ ગઢ ઢુંઢીયાપીપળીયા સહિત ગામોમાં અનરાધાર વરસાદ પડવાના કારણે રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા સાથે સાવરકુંડલાના દોલતી,થોરડી,દેતડ,આંબરડી,જાબાળ, ઘનશ્યામનગર,બાઢડા સહિત ગામોમાં વરસાદ પડતો હતો સાથે રાજુલા જાફરાબાદ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા.

ધારી-ચલાલા વિસ્તારમાં ભારે વરસાદના કારણે હાઇવે ઉપર પાણી
ધારી ચલાલા પંથકમાં ભારે વરસાદ પડતાં ચલાલા,મોરઝર,જર,દહીડા,માણાવાવ આસપાસના ગામડામાં અંરાધાર વરસાદ ખાબકતા ખેતરો પાણીથી તરબોળ બન્યા હતા. અમરેલી ચલાલા હાઇવે ઉપર માંળીલા ગામ નજીક રોડ પર પાણી ફરી વળતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય ગયા હતા બપોર બાદ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *