RTO એજન્ટ અને પાર્લરવાળો મળીને બાઈક ચોરી કરતા, પોલીસને ખબર ન પડે તે માટે RTO એજન્ટ ખોટી નંબર પ્લેટ બનાવી બાઈકમાં લગાવી દેતો | RTO agent and parlorman used to steal bikes together, RTO agent would make fake number plate and attach it to the bike to avoid police detection.

Spread the love
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • RTO Agent And Parlorman Used To Steal Bikes Together, RTO Agent Would Make Fake Number Plate And Attach It To The Bike To Avoid Police Detection.

મહેસાણા41 મિનિટ પહેલા

  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં છેલ્લા કેટલાક માસથી બાઈક ચોરીની ઘટનાઓ સતત પોલીસ ચોપડે નોંધાતી હતી.જેમાં આરોપીઓને ઝડપવા મહેસાણા એલસીબી ટીમે કમર કસી હતી અને બાઈક ચોરી કરનાર બે આરોપીને પાંચ બાઈક સાથે દબોચી લીધા હતાં.જેમાં બાઈક ચોરીના કેસોમાં આરોપી ઝડપતા એલસીબી ટીમને મોટી સફળતા મળી છે.

ચોરીનું બાઈક લઇ મોઢેરા ચોકડી આવતા પોલીસે ઝડપ્યા
મહેસાણા એલસીબી ટીમના પી.એસ.આઈ એમ.ડી ડાભી અને તેમની ટિમ મોઢેરા ચોકડી ચેકિંગ માં હતાં.એ દરમિયાન HC વિજય સિંહ થતા રાજેન્દ્રસિંહ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે બે શંકાસ્પદ ઈસમો શંકાસ્પદ બાઈક લઇ વડોસણ થી રાધનપુર ચોકડી બાજુ જવાના છે.બાતમી આધારે પોલીસે વોચ ગોઠવતા મોઢેરા ચોકડી પાસે બાઈક પર સવાર બે ચોરોને ઝડપી લીધા હતા.જ્યાં તપાસ દરમિયાન બાઈક ચોરીનું હોવાનું સામે આવ્યું હતું.અને ઝડપાયેલ બાઈક પદર દિવસ પહેલા કુકરવાડા ખાતે આવેલ શાહ એસ.ડી.હાઇસ્કુલ ની સામે સુકન જવેલર્સ પાસેથી ચોરી કર્યું હોવાની કબૂલાત કરી હતી.

મહેસાણા જિલ્લામાં સતત બાઈક ચોરીઓની ઘટના સામે આવતા આ તસ્કરોને ઝડપવા પોલીસે ચક્રોગતિમાન કર્યા હતા.જેમાં ઝડપાયેલા ઠાકોરે જયેશ અને ઠાકોર રમેશજી કેવી રીતે બાઈક ચોરી કરતા અને બે તસ્કરો કેવી રીતે એક બીજાના પરિચયમાં આવ્યા જાણીએ પુરી વિગતો……

RTO એજન્ટ અને પાર્લર વાળો એક બીજાના પરિચયમાં આવતા મિત્રતા બંધાઈ
સમગ્ર કેસમાં પી.એસ.આઈ એમ.ડી.ડાભીના જણાવ્યા પ્રમાણે વડોસણનો ઠાકોર જયેશજી પાલાવાસણા પાસે પોતાનું ચામુંડા પાર્લર ચલાવતો હતો.અને બીજો આરોપી આસજોલ ગામનો ઠાકોર રમેશજી RTOમાં એજન્ટ તરીકે કામ કરતો જ્યાં જયેશજીના ત્યાં ઠાકોર રમેશજી અવારનવાર ચા પીવા જતો એ દરમિયાન ઠાકોર જયેશ RTO એજન્ટ ઠાકોર રમેશજીને લાયસન્સ કાઢી આપવા જાણ કરતા રમેશ ઠાકોરે જયેશજી ને લાયસન્સ કઢાવી આપ્યું હતું.ત્યારબાદ બને વચ્ચે પરિચય કેળવાતા મિત્રતા બંધાઈ હતી.

બંને આરોપીમાંથી કોઈ પાસે બાઈક ન હોવાથી બાઈક ચોરવાનો વિચાર કર્યો
એજન્ટ રમેશજી અને જયેશજી એ બાઈક ચોરવાનો વિચાર આવ્યા બાદ પ્રથમ બાઈક દસ માસ અગાઉ લાઘણજના બાલીયાસણ ખાતેથી ચોરી કર્યું હતું બાદમાં અવારનવાર બાઈક ચોરીને અંજામ આપતા આમ આ બે તસ્કરોએ કુલ છ બાઈક ચોરી કર્યા હતા.જેમાં એક બાઈક વેચી માર્યું હતું.તસ્કરો એવા બાઈક ની ચોરી કરતા કે જે બાઈક નું લોક આસનીથી તૂટી જાય અને જો લોક ના તૂટે તો પોતાની પાસે રહેલા પકડ પાના વડે લોક તોડતા ત્યારબાદ પોતાની પાસે વાયર નો ટુકડો રાખતા જે બાઈકના સોકેટ કાઢી આ વાયર લગાવી બાઈક ચાલુ કરી ફરાર થઇ જતા.

ચોરેલા બાઇકને RTO એજન્ટ નકલી નમ્બર પ્લેટ લગાવી દેતો
RTO એજન્ટ રમેશજી મહેસાણા RTOમાં એજન્ટ નું કામ કરતો અને તેની પાસે બાઈકના RTOને લગતા કામો કરાવવા આવતા ગ્રાહકોના બાઈક નમ્બર યાદ રાખી તેની ડુપ્લીકેટ નમ્બર પ્લેટ બનાવી ચોરી કરેલા બાઇકો પર લગાડી દેતો આમ એજન્ટ અત્યાર સુધીમાં ત્રણ ચોરીના બાઇકો પર નમ્બર પ્લેટો લગાવી દીધી હતી.જેમાં ચોરીનું એક બાઇલ આરટીઓ એજન્ટ ફેરવતો અને એક પાર્લર ચલાવતો જયેશ ફેરવતો

જયેશે ચોરી કરેલા ચાર બાઈક ઘરના વાડામાં મૂકી દીધા ઊંચી કિંમત લેવા
RTO એજન્ટ રમેશજી અને પાર્લર ચલાવતો જયેશજીની જુગલ જોડીએ મહેસાણા જિલ્લામાં કુલ છ બાઇકો ચોરી કર્યા હતા.જેમાં એક બાઈક કટોસણમાં અજાણ્યા ઇસમને 15,000 માં વેચી માર્યું હતું.ને બાકીના ચાર બાઇકો વડોસણ ગામમાં પોતાના મકાન પાસે આવેલા વાળામાં સંતાડી દીધા હતા.જ્યાં તસ્કરો ચોરીના બાઇકોની સારી કિંમત મેળવવા માટે એક સાથે બાઇકો વેચી મારવાના હતા.

પોલીસે 5 બાઈક કબ્જે કરી 1.55 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
​​​​​​​
મહેસાણા એલસીબીના ઇન્ચાર્જ પી.આઈ આર.જે ધડુકની સૂચના થી બાઈક ચોરોને ઝડપવા ટિમ તપાસમાં હતી ત્યારે પોલીસે બાઈક ચોરોને ઝડપયા હતાં.જ્યાં ચોરી કરેલા પાંચ બાઈક એલેસીબી ટીમે કબ્જે કર્યા હતા.અને કુલ 1,55,500નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ આદરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *