- Gujarati News
- Local
- Gujarat
- Mehsana
- Mehsana LCB Seizes Foreign Liquor Being Transported In Trucks Under The Guise Of Powder Bags From Boriyavi, Seizes Over 21 Lakhs
મહેસાણા6 મિનિટ પહેલા
- કૉપી લિંક
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમી આધારે મહેસાણા અમદાવાદ હાઇવે પરથી પાવડરની થેલીઓની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપયો હતો.પોલીસે ટોલ ટેક્ષ પાસે વોચ ગોઠવી ગાડી આવતા તેનો પીછો કરી બોરીયાવી પાટિયા પાસેથી ટ્રક માંથી વિદેશી દારૂ ઝડપયો હતો.તેમજ 21 લાખથી વધુનો મુદ્દામાલ પોલીસે કબ્જે કરી વધુ તપાસ આદરી છે.
પાવડરની આડમાં લઇ જવાતો વિદેશી દારૂ ઝડપાયો
મહેસાણા એલસીબી ટીમના પી.એસ.આઈ એમ.ડી.ડાભીની ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે.ઊંઝા બાજુથી DD019991 નમ્બરની ટ્રક વિદેશી દારૂ ભરીને ઊંઝા મહેસાણા થઈ અમદાવાદ જવાની છે.બાતમી આધારે પોલીસે મહેસાણા મેવડ ટોલ ટેક્ષ પાસે વોચ ગોઠવી હતી.જોકે ટ્રક આવતા પોલીસ અન્ય ટ્રકોની તપાસ કરી રહી હતી.એ દરમિયાન ઉપરોક્ત નંબર વાળી ટ્રક આવતા પોલીસને જોઈને ડ્રાઇવરે કટ મારી સર્વિસ રોડ પર ટ્રક હંકારી ભગાડી મુક્તા પોલીસે પોતાની ગાડીઓ વડે ટ્રકનો પીછો કર્યો હતો.
ટ્રકનો ડ્રાઇવર બોરીયાવી પાસે ટ્રક મૂકી ભાગી ગયો
પોલીસે પીછો કરતા દારૂ ભરેલ ટ્રકનો ચાલક બોરીયાવી ગામના પાટિયા પાસે ટ્રક મૂકી ભાગી ગયો હતો.સમગ્ર મામલે પોલીસે ટ્રકમાં તપાસ કરતા પોટેશિયમ ક્લોરાઇડ પાવડરની 70 નંગ થેકીલો કબ્જે કરી હતી.તેમજ પાછળ તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી આવી હતી.
21 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે
સમગ્ર કેસમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા પોટેશિયમ ક્લોરાઇડ પાવડરની 70 બેગ કિંમત 90,310 તથ ટ્રક કિંમત 1 લાખ,10,77,240 કિંમતનો વિદેશી દારૂ મળી કુલ 21,69,550 નો મુદ્દામાલ એલસીબી ટીમે કબ્જે કર્યો હતો ને વધુ તપાસ આદરી છે