Today Samsung Galaxy Unpacked Big Event For Two Latest Smartphone, How To Watch And What To Expect

Spread the love

Samsung Galaxy Z Flip and Fold 5 Price: સ્માર્ટફોન માર્કેટમાં સૌથી બેસ્ટ ફોન લૉન્ચ કરવાની હોડ જામી છે. હવે કોરિયન કંપની સેમસંગ આ કડીમાં આજે બે મોટા અને ખાસ ફોન લૉન્ચ કરવા જઇ રહી છે. સેમસંગ આજે બપોરે સિઓલથી ગ્લૉબલ લેવલ પર 2 સ્માર્ટફોન અને અન્ય ગેજેટ્સ લૉન્ચ કરશે. કંપની પોતાના નેક્સ્ટ જનરેશન ફ્લિપ એન્ડ ફૉલ્ડ સ્માર્ટફોનને માર્કેટમાં લૉન્ચ કરશે. સ્માર્ટફોનના લૉન્ચિંગ પહેલા એક ટિપસ્ટરે Samsung Galaxy Z Fold 5 અને Flip 5 સ્માર્ટફોનની કિંમત શેર કરી છે. ટિપસ્ટર અનુસાર, કંપની Galaxy Z Fold 5ને 1,49,999 રૂપિયામાં લૉન્ચ કરી શકે છે. આવી જ રીતે ફ્લિપ ફોનની કિંમત 99,999 રૂપિયા હોઈ શકે છે. જો ટિપસ્ટર પારસ ગુગલાનીની વાત માનીએ તો કંપની ફૉલ્ડેબલ ફોન પર 6,500 રૂપિયા અને ફ્લિપ ફોન પર 5,000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ આપશે. ધ્યાન રહે ઓફિશિયલી રીતે હજુ સુધી કોઈ માહિતી બહાર આવી નથી. સચોટ માહિતી માટે તમારે થોડી વધુ રાહ જોવી પડશે.

આ રીતે જુઓ લૉન્ચ ઈવેન્ટ – 
તમે સેમસંગની લૉન્ચ ઈવેન્ટને કંપનીની યુટ્યુબ ચેનલ દ્વારા ઘરે બેઠા જોઈ શકશો. સેમસંગ હૉમટાઉનમાં પહેલીવાર ગેલેક્સી અનપેક્ડ ઇવેન્ટ (Galaxy Unpacked Event) કરી રહ્યું છે. અગાઉ કંપનીએ આ ઈવેન્ટનું આયોજન અન્ય દેશોમાં જ કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ વર્ષે સેમસંગની આ બીજી મોટી ઈવેન્ટ છે. કંપનીની પહેલી ઇવેન્ટ ફેબ્રુઆરીમાં થઈ હતી જ્યારે સેમસંગે Galaxy S23 સીરીઝ લૉન્ચ કરી હતી.

સ્પેશિફિકેશન્સ – 
સ્પેસિફિકેશન વિશે વાત કરીએ તો, આ વખતે ફ્લિપ 5 ફોનમાં 3.4-ઇંચનું કવર ડિસ્પ્લે મળશે, જે 4 કરતાં મોટું અપડેટ હશે. જોકે તે હજુ પણ મોટોરોલાના ફ્લિપ ફોન કરતા નાનો છે. મોટોરોલાના ફોનમાં 3.6 ઇંચની કવર ડિસ્પ્લે છે. Galaxy Flip 5 માં 12MP + 12MP ના બે કેમેરા મળી શકે છે, જ્યારે આગળના ભાગમાં 10MP હોઈ શકે છે. Galaxy Z Flip 5 Snapdragon 8 Gen 2 SoC, 25 W ફાસ્ટ ચાર્જિંગ સાથે 3700 mAh બેટરી, 12 GB RAM અને 512 GB સુધીની આંતરિક સ્ટૉરેજ મેળવી શકે છે.

ફૉલ્ડેબલ ફોન વિશે વાત કરીએ તો, તેમાં 7.6-ઇંચ AMOLED FHD+ પ્રાઇમરી ડિસ્પ્લે અને 6.2-ઇંચ સેકન્ડરી ડિસ્પ્લે મળશે. ફોટોગ્રાફી માટે ફોનમાં 50MP + 12MP + 10MPના ત્રણ કેમેરા સાથે ત્રિપલ કેમેરા સેટઅપ હશે, જ્યારે ફ્રન્ટમાં બાહ્ય ડિસ્પ્લે પર 108MP કેમેરા અને આંતરિક ડિસ્પ્લે પર 12MP કેમેરા હોઈ શકે છે. બંને સ્માર્ટફોનને Snapdragon 8th Generation 2 SOC નો સપોર્ટ મળશે.

આ સ્માર્ટફોન આવતા મહિને થશે લૉન્ચ – 
1 ઓગસ્ટના રોજ 2 સ્માર્ટફોન લૉન્ચ કરવામાં આવશે, એક Motog14 અને બીજો Redmi 12 સીરીઝનો છે. આ ઉપરાંત Infinix GT 10 સીરીઝ, iQOO Z7 Pro, Tecno Pova 5 Pro, Realme 11, OnePlus Foldable અને Vivo V29 સીરીઝ સામેલ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *