- Gujarati News
- Local
- Gujarat
- Rajkot
- Team India Will Play The Final One day Match Against Australia In September At The Khanderi Stadium, Before Taking On England In The Test Series In February Next Year.
રાજકોટ4 કલાક પહેલા
- કૉપી લિંક
રાજકોટમાં સાત મહિના બાદ ફરી જામશે ક્રિકેટનો જંગ કારણ કે સાત મહિના બાદ ફરી એક વખત રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ ફાઇનલ મેચ યોજાવા જઇ રહી છે જયારે તેના ચાર મહિના બાદ એટલે કે ફેબ્રુઆરી 2024માં ઇંગ્લેન્ડની ટીમ રાજકોટની મહેમાન બનશે અને ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં રમાશે. આ માટે બીસીસીઆઈ દ્વારા સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે, જેને લઇ સૌરાષ્ટ્રના ક્રિકેટ રસિકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
BCCIએ શિડ્યુલ જાહેર કર્યુ
BCCI દ્વારા જાહેર કરેલા શિડ્યુલ મુજબ આગામી સપ્ટેમ્બર મહિના દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે આવનાર છે અને તેમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 3 વનડે અને 5 ટી-20 મેચ રમાનાર છે, જે પૈકી વનડે શ્રેણીની ત્રીજી અને અંતિમ ફાઇનલ મેચ 27 સપ્ટેમ્બરના રોજ બપોરના 1.30 વાગ્યે રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે યોજાનાર છે. જ્યારે વર્ષ 2024 દરમિયાન વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવનાર છે અને ભારત ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચ રમાનાર છે, જે પૈકી ત્રીજી ટેસ્ટ મેચ 15થી 19 ફેબ્રુઆરી 2024 દરમિયાન રાજકોટના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાનાર છે.
2020માં ચોગ્ગા છગ્ગાનો વરસાદ થયો હતો
રાજકોટ ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અગાઉ 17 જાન્યુઆરી 2020ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે મેચ રમાઈ હતી જેમાં ભારતે પ્રથમ દાવમાં 6 વિકેટ ગુમાવી 340 રન બનાવ્યા હતા જેની સામે 49.1 ઓવરમાં 304 રને ઓસ્ટ્રેલિયા ટીમને ભારતીય બોલરોએ ઓલઆઉટ કરી પેવેલિયન તરફ ધકેલી શાનદાર જીત મેળવી હતી. જેમાં શિખર ધવન, કે.એલ.રાહુલ અને વિરાટ કોહલીએ મેદાનમાં ચોગ્ગા છગ્ગાનો વરસાદ કરી પ્રેક્ષકોને જમાવટ કરાવી દીધી હતી.
2024માં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ
તો મેદાનમાં પ્રથમ વખત રમાયેલી ટેસ્ટ મેચ પણ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે જ રમાઈ હતી અને હવે ફરી એક વખત વર્ષ 2024માં ભારત ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાવા જઇ રહી છે. પ્રથમ ટેસ્ટ મેચ 13 નવેમ્બર 2016ના રોજ રમાઈ હતી, જેમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવમાં 537 તો ભારતે 488 રન બનાવ્યા હતા. જ્યારે બીજા દાવમાં ઇંગ્લેન્ડે 260 અને ભારતે 172 રન બનાવતા મેચ ડ્રો થયો હતો.
.