જો કે, તેમણે કહ્યું કે હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. કલોલ ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી ફાર્માસ્યુટિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી હોવાનું ફાયર બ્રિગેડના અધિકારીએ ગાંધીનગરમાં જણાવ્યું હતું.
અધિકારીના જણાવ્યા અનુસાર, સવારે લગભગ 9 વાગ્યે આગની માહિતી મળી હતી અને તરત જ પાંચ ફાયર ટેન્ડરો ત્યાં મોકલવામાં આવ્યા હતા.
“અમદાવાદ, ગાંધીનગર, કલોલ અને કડી ટાઉનમાંથી પાંચથી વધુ ફાયર ટેન્ડરો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા છે. આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે,” ફાયર ઓફિસર કે.જે. ગઢવીએ જણાવ્યું હતું.
ગઢવીના જણાવ્યા અનુસાર, ફેક્ટરીમાં રાખવામાં આવેલા ખાસ કેમિકલ સોલ્યુશન ધરાવતા કેટલાક ડ્રમના કારણે આગ ઝડપથી ફેલાઈ હતી, તેથી તેને કાબૂમાં લેવામાં સમય લાગ્યો હતો.
તેમણે કહ્યું, “પ્રારંભિક માહિતી અનુસાર, ફેક્ટરીની અંદરના કેટલાક કામદારો સમયસર બહાર આવ્યા હતા. આ ઘટનામાં હજુ સુધી કોઈ જાનહાની થઈ નથી.